જૂનાગઢ: આંબેડકર નગર વિસ્તારમાંથી 1 ઇસમને દેશી હાથ બનાવટની પિસ્ટલ તથા જીવતા 2 કાર્ટિસ સાથે ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ
જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ નો સ્ટાફ પરિક્રમા સબબ ખાનગી વાહનમાં જુનાગઢ સીટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બિલખા રોડ આવળ પાનની દુકાન પાસે પહોંચતા ખાનગી રાહે ચોક્કસ બાતમી મળેલ કે અસલમ હુસેન સમા પોતાના કબજામાં ગેરકાયદેસર હથિયાર રાખી તેના ઘરની બહાર ઉભેલ છે અને તેણે શરીરે આછા મહેંદી કલરનું ટીશર્ટ તથા કાળા કલરનું ટ્રેક પેન્ટ પહેરેલ છે. જે હકીકતના આધારે તપાસ કરતાં મજકુર ઈસમને કોર્ડન કરીને જેમનો તેમ પકડી અંગ ઝડપી કરતા હથિયાર મળી આવતા કાર્યવાહી કરી