અંજાર: નગરપાલિકા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ૨.૦ અંતર્ગત બી.એલ.સી. ઘટકના ર૩ લાભાર્થીઓને મંજુરીપત્ર અપાયા
Anjar, Kutch | Mar 13, 2026 પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ૨.૦ અંતર્ગત બી.એલ.સી. ઘટક મુજબ અંજાર શહેરી વિસ્તારમાં આવાસો બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય મંજૂર કરવામાં આવેલ હોઈ, તે તમામ ત્રેવીસ લાભાર્થીઓને મંજૂરી પત્ર આપવાનો કાર્યક્રમ અંજાર નગરપાલીકા દ્વારા તા. ૧૩/૦૩/૨૦૨૬ ના રોજ અંજાર નગરપાલિકા કચેરીના સભાખંડ મધ્યે નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ ડી. કોડરાણીના અધ્યક્ષસ્થાને રાખવામાં આવ્યો હતો.