ઉધના: સુરતના લીંબાયતમાં ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થતા દિવાળીની રાત્રે ગુંડાગીરી,આરોપીઓએ ગાળાગાળી કરી ઢીકમુક્કીનો માર માર્યો
Udhna, Surat | Oct 23, 2025 સુરત શહેરના લિંબાયતમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં બે અજાણ્યા શખ્સોએ એક યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી ફરાર થઈ ગયા હતા. પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.લિંબાયત કૈલાશનગર, રહેતા દિપક ચંદ્રદેવ પાંડે પર આ હુમલો થયો હતો. તારીખ 21/10/2025ના રોજ દિપક પાંડે પર વિક્કી નામના એક શખસ અને તેના એક અજાણ્યા મિત્ર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.