ચુડા: સાયલા લીંબડી હાઇવે પર ઉભેલા પીકઅપ વાન ને પાછળથી ધડાકાભેર ટ્રેલર અથડાતા ચાલક નુ મોત ચુડા પોલીસે વધુ તપાસ હાથ ધરી.
28 નવેમ્બર સાંજે ચાર વાગે ચુડા પોલીસ સ્ટેશને નોંધાયેલી ફરિયાદ માં થી પ્રાપ્ત થતી વિગતો મુજબ લીંબડી હાઇવે પર ફૂલગ્રામ ના પાટિયા પાસે રોડ ની સાઇડ માં ઉભેલી પીકઅપ વાનને પાછળ પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રેલર ટ્રક ચાલકે અડફેટે લેતા પીકઅપ વાન ચાલક મંગળભાઇ સાલમભાઇ ગોહેલ ને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ચુડા પોલીસે ટ્રેલર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.