ડીસા: મુડેઠા ગામમાં સામખિયાળી થી અંબાજી જતા પગપાળા યાત્રા સંઘનું સ્વાગત કરાયું....!
સંત શ્રી સંધ્યાગીરીબાપુ વેદ વિધાલય એવમ ગૌશાળા સામખિયાળીથી અંબાજી પગપાળા સાંસ્કૃતિક યાત્રા બ્રહ્મલીન સંત શ્રી સંધ્યાગીરી બાપુના શિષ્ય પૂજ્ય ભગવતીગીરી બાપુના સંકલ્પથી અને જેમલદાદા વાણિયા, આહીર, સોરઠીયા પરિવાર શિણાયના સહયોગથી સામખિયાળી-અંબાજી સુધી ધાર્મિક વૈદિક અને સાંસ્કૃતિક પદયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું.ડીસા તાલુકાના મુડેઠા ગામે સામખિયાળી-અંબાજી જતા પગપાળા યાત્રા સંઘનું આગમન થતાં બ્રહ્મસમાજ અને ગ્રામજનો દ્વારા પગપાળા યાત્રા સ્વાગત કરાયું...