કવાંટ: પીએમના જન્મદિવસ નિમિત્તે ધારાસભ્ય સહિતના આગેવાનોએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આજે જન્મદિવસ છે. ત્યારે પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, તાલુકા પંચાયતના પ્રમુખ મિલનભાઈ રાઠવા સહિતના આગેવાનોએ વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે કવાટ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. જમક કમાટ પંચાત ઓફિસ ગ્રામ શેરીમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. તેમજ હોસ્પિટલ અને શાળાની પણ મુલાકાત લીધી હતી.