ભાવનગર શહેરના લાંબા સમયથી સીટી બસ સેવા થી વંચિત છે. ત્યારે પ્રધાનમંત્રી ઈ બસ સેવાના માધ્યમથી ભાવનગર શહેરમાં આગામી સમયમાંમાં સીટી બસ દોડાવવામાં આવશે. જેમાં 100 જેટલી સીટી બસ માટે મંજૂરી અપાય છે. જે અંગે 40 બસ ફાળવી દેવામાં આવી છે. જેમાંથી 10 બસ શહેરના ટોપ3 સર્કલ નજીક બનેલા ચાર્જિંગ ડેપો પોઇન્ટ ખાતે આવી પહોંચતા મહાનગરપાલિકાના મેયર અને ચેરમેને મુલાકાત લીધી હતી.