વડોદરા: કરોળિયામાં ત્રણ સોસાયટીના લોકોએ ઢોલ નગારા સાથે કાદવ કિચડમાં બેસી નોંધાવ્યો અનોખો વિરોધ
વડોદરા : શહેરના કરોળિયા વિસ્તારની શિવ શક્તિ સોસાયટી, વૃંદાવન સોસાયટી અને ગાયત્રી સોસાયટીના રહીશો રોડ પર ઉતરી શાસકોને સત્તાધિશો વિરુદ્ધ ઢોલ નગારા સાથે સૂત્રોચાર કરી કાદવ કિચડમાં બેસી અનોખો વિરોધ દર્શાવ્યો હતો.રસ્તા પર ગટરના પાણી ફરી વળતા અને પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મૂકાયા છે.શાસકો અને સત્તાધીશોને વારંવારની રજૂઆત બાદ પણ કોઈ પરિણામ નહીં આવતા વિરોધ નોંધાવ્યો હતો.