જૂનાગઢ: ઐતિહાશીલ વિલીગડન ડેમમાં અનેક સુવિધાનો અભાવ, પાર્કિંગ, બાગ બગીચા, રોડ રસ્તા સહિતની સમસ્યા,વીપક્ષ નેતાએ આપી પ્રતિક્રિયા
જૂનાગઢના દાતાર પર્વતની સિડી પાસે આવેલ ઐતિહાસિક વિલિંગ્ડન ડેમ કાળવા નદી પર બાંધવામાં આવ્યો છે.જે તે સમયના ભારતના ગવર્નર માર્ક્વેસ વિલિંગ્ડનના નામ પરથી ડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું,હાલ અંગ્રેજ જમાનાના ડેમ વિસ્તારમાં અનેક સુવિધાનો અભાવ હોવાનું પર્યટકોએ જણાવ્યું હતું, ડેમ સાઇટ પર વાહન પાર્કિંગ તેમજ વોશરૂમ, બાગ બગીચા તેમજ નાના બાળકો માટે રમત ગમતની સુવિધા ન હોવાથી પર્યટકોમાં ભારે કચવાટ અનુભવાય રહ્યો છે.