રાપર: રાપર શહેરની વિકાસવાડી વિસ્તારમાંથી નવજાત શિશુ મળી આવતાં ચકચાર મચી,
Rapar, Kutch | Dec 15, 2025 ગત 6 તારીખે આડેસર રેલવે ફાટક નજીક ત્યજી દીધેલું નવજાત શિશુ મળ્યું હતું ત્યારબાદ આજરોજ બપોરે 12 ના અરસામાં રાપર શહેરમાં આવેલી વિકાસવાડીના રહેણાંક વિસ્તારમાંથી આજે એકનવજાત શિશુ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આવું કૃત્ય કરનાર જનેતા પ્રત્યે ધિક્કારની લાગણી ફેલાઈ છે.સ્થાનિક લોકોની નજર આ ત્યજી દેવાયેલા બાળક પર પડતાં તુરંત જ ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરવામાં આવ્યો હતો. ૧૦૮ની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી chc લવાયો હતો