શિનોર: સિનોર રેલવે ગરનાળા નીચે પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન, મેઘરાજાની ધમાકેદાર બીજી ઇનિંગ શરૂ
Sinor, Vadodara | Aug 21, 2025 શિનોરપંથકમાં મેઘરાજા મહેરબાન બન્યા છે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પાણી જોવા મળી રહ્યા છે તાલુકામાં મોડીરા થી મેઘરાજા જમાવટ બોલાવતા તાલુકાના માલસર માંડવા સહિત સુરાસામળ ગ્રામ્ય પંથકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ભારે વરસાદના કારણે માર્ગ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે સિનોર રેલવે ગરનાળા પાણી ભરાતા વાહન ચાલકોની ભારે હાલાકી વેટવાનો વખત આવ્યો હતો. જોકે મેઘરાજાની પુનઃ પધરામણી થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી