અઠવાલાઇન્સ જિલ્લા સેવા સદન 2 માં આવેલ જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી કચેરી વર્ગ 3 ના ઓડિટર ઘૂઘાભાઈ ગોહિલ,ઓફિસ સુપ્રીન્ટેન્ડન્ટ વારીસ શેખ અને આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટર કલ્પેશ ચૌધરીની રૂપિયા 20 હજારની લાંચ કેસમાં સુરત acb એ ધરપકડ કરી છે.અડાજણ સ્થિત ખાણી પીણીની સ્ટોલ પર છટકું ગોઠવી કલ્પેશ ચૌધરીને acb એ ફરિયાદ પાસેથી લાંચની રકમ સ્વીકારતા ઝડપી પાડ્યો હતો.જે લાંચ ઘૂઘા ગોહિલ અને વારીસ શેખના કહેવા પર સ્વીકારી હોવાની કબુલાત કરતા બંનેની પણ ધરપકડ કરી હતી.