આજે સવારથી જ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાની ખેરાલુ માર્કેટમાં શરૂઆત કરવામાં આવી છે. સરકાર દ્વારા 15 હજાર કરોડની કુલ ખરીદી કરવામાં આવશે જેમાં મગફળી સોયાબીન અને કપાસ મુખ્ય છે ત્યારે ખેરાલુ માર્કેટ યાર્ડમાં 1452/-ના ટેકાના ભાવથી મગફળી ખરીદવાનું શરું કરાયું છે. ખરીદી વખતે APMC ચેરમેન રામજીભાઈ ચૌધરી,પૂર્વ ચેરમેન ભીખાલાલ ચૌધરી અને ભાજપ સરપંચો પણ હાજર રહ્યા હતા.