મહુવા: પુના ગામે કાકા બળિયાબાપુ ની જાત્રા ને વરસાદનું વિઘ્ન.
Mahuva, Surat | Nov 2, 2025 અંબિકા તાલુકાના પુના ગામે ઓલણ નદીના તટે સુંદર રમણીય વાતાવરણમાં બિરાજમાન કાકા બળિયાબાપુ ના મંદિરે દર વર્ષે દેવઉઠી અગીયારસ ના દિવસે પૂજા અર્ચના હવન જેવા કાર્યક્રમો યોજાય છે ઓરી અછબડા જેવા રોગોમાં અહીં માનતા રાખવામાં આવે છે જે દેવઉઠી અગિયારસ ના દિવસે માનતા મુકવામાં આવે છે અને પુના વલવાડા ના સીમાડા ની બોડર પટ્ટી પર ઓલણ નદી કિનારે જાત્રા ભરાય છે.પરંતુ આ વર્ષે સતત વર્ષી રહેલા વરસાદ અને કમોસમી વરસાદે જાત્રા સ્થળ સુધી પહોંચવું પણ મુશ્કેલ બની ગયું હતું.