રાજ્ય સરકારે ઓક્ટોબર મહિનામાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા પાક નુકસાન પેઠે 10,000 કરોડનો ઈતિહાસિક પેકે જાહેર કરી વાહ વાહી તો લૂંટી લીધી પરંતુ હવે ખેડૂતોની અરજીઓમાં નુકસાન વિસ્તારમાં ઘટાડો કરીને ઓછી સહાય ચૂકવવાની મેલી રમત શરૂ કરી છે બહુચરાજી તાલુકાના ખેડૂતોને સરકારની સૂચના મુજબ ગ્રામ પંચાયતના તલાટીના દાખલા આધારે વીસીઇ મારફતે ઓનલાઈન અરજીઓ કરી હતી જે અરજીઓમાં દર્શાવેલ પાક નુકસાન વિસ્તારમાં ક્ષેત્રફળમાં કૃષિ વિભાગે જાતે જ ફેરફાર કરી દીધો છે