કરતકપુરામાં ઘર આગળ ફોન વગાડવા બાબતે ઠપકો આપવા જતા થયેલ બોલાચાલી મારામારીમાં પરિણામતા ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કારતકપુરા ગાજન સિંઘ વિસ્તારમાં રહેતા ચીમનભાઈ ખાટ દૂધ મંડી પાસે ઉભા હતા તે દરમિયાન ગામના દશરથભાઈ ખાંટને ઘર આગળ ફોન મારવા બાબતે ઠપકો આપ્યો હતો જેવા દશરથભાઈના કાકા પિતા સહિત અન્ય લોકો ચીમનભાઈ ના ઘર પાસે આવીને અપશબ્દ બોલી લાકડી વડે માર માર્યો હતો એટલું જ નહી ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.