પારડી: પારડીમાં દવાની દુકાનેથી પરત ફરતા યુવાન ઉપર જૂથ દ્વારા હુમલો કરાતા પોલીસ ફરિયાદ
Pardi, Valsad | Sep 16, 2025 પારડી દમણીઝાંપા નવી નગરીમાં રહેતા 27 વર્ષીય કેયૂર અશ્વિનભાઈ સોલંકી ઉપર ગત સોમવારે રાત્રે હુમલો થયો હતો. દવાની દુકાનેથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે પરીયા રોડ પાસે ઓનલાઈન જુગાર ચલાવતા અમિત ઉર્ફે ટોટી ભંડારીની દુકાનમાં તેને બોલાવવામાં આવ્યો. દુકાનના માલિક લતિશ પ્રતાપ જોગી સાથે જૂની પૈસાની લેવડદેવડ મુદ્દે વિવાદ થતાં દુકાનમાં હાજર છ લોકોએ હુમલો કર્યો હતો