પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં ફાયર વિભાગ દ્વારા સુરક્ષાને લઈને એક મહત્વની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શહેરમાં આગની સંભવિત દુર્ઘટનાઓ સામે રક્ષણ મેળવવા અને વેપારીઓમાં જાગૃતિ લાવવા માટે વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરા નગર પાલિકાના ફાયર વિભાગની ટીમ દ્વારા ગોધરા-દાહોદ રોડ પર આવેલી વિવિધ દુકાનો અને કોમર્શિયલ કોમ્પ્લેક્સના વેપારીઓને એકત્ર કરી ફાયર સેફ્ટી અંગે પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી હતી. ફાયર ઓફિસરો દ્વારા અગ્નિશામક સ