થાનગઢ: અભેપર ગામની સીમમાં વિદેશી દારૂના કટીંગ સમયે સ્થાનિક પોલીસ ત્રાટકી.
થાનગઢ પોલીસ મથકના સ્ટાફ દ્વારા અભેપર ગામની સીમમાં કપચીના ભડિયા પાસે વિદેશી દારૂની કટીંગ થતું હોય તેવા સમયે દરોડો કરી જુદા જુદા બ્રાન્ડના વિદેશી દારૂની બોટલ ૧૪૬૪ નંગ કિંમત ૩,૯૮,૩૬૪/- રૂપિયાનો અને બે કાર સહિત કુલ ૧૦,૯૮,૩૬૪/- રૂપિયાનો મુદામાલ જપ્ત કરી વિક્રમભાઈ રામજીભાઈ ગળડીયાને ઝડપી લઇ નાશી ગયેલ રવિભાઈ ચૌહાણ, આર્ટિગા કારનો ચાલક, સ્વિફ્ટ કારનો ચાલક તથા બોલેરો કાર લઈને નાશી ગયેલ ત્રણ ઈસમો સહિત સાત શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી