માંગરોળ ના વાંકલ ગામે ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ના અધ્યક્ષ સ્થાને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ભાજપની સમીક્ષા બેઠક યોજાઇ હતી જેમાં માંગરોળ વિધાનસભા મતવિસ્તારમાં આવતા તરસાડી ઉમરપાડા માંગરોળ સહિત ના વિસ્તારમાંથી ભાજપના સક્રિય કાર્યકર્તાઓ સંગઠનના આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા તેઓને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સાથે કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનું મહત્વપૂર્ણ સંબોધન કાર્યકર્તાઓએ નિહાળ્યું