વલસાડ: જિલ્લામાં કમોસમી વરસાદથી ડાંગર પાકની નુકસાની માટે ૧૬ ટીમ દ્વારા સર્વે હાથ ધરાયો
Valsad, Valsad | Oct 29, 2025 બુધવારના 1 કલાકે જાહેરનામા દ્વારા આપેલી વિગત મુજબવલસાડ જિલ્લામાં ઓક્ટોબર- ૨૦૨૫ મહિનાના અંતિમ અઠવાડિયામાં પડી રહેલા કમોસમી વરસાદને કારણે ડાંગરનો ઉભો પાક તેમજ કાપણી થયેલો પાક પલળી જવાથી ખેડૂતોને ભારે આર્થિક નુકશાન થવાની ભીતિ છે. જે ધ્યાને લઇ વલસાડ જિલ્લા કલેકટરશ્રી ભવ્ય વર્માના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મળેલી સૂચનાને આધારે પાક નુકશાનીનો પ્રાથમિક અંદાજ કાઢવા માટે જિલ્લામાં કુલ ૧૬ સર્વે ટીમની રચના કરવામાં આવી છે.