જાંબુઘોડાના ઇકો ટુરીઝમ કેન્દ્ર ધનપુરી ખાતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વ્યાયામ શિક્ષકો માટેના બે દિવસીય શૈક્ષણિક સેમિનારનું ભવ્ય આયોજન તા.17 અને 18 ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પંચમહાલ જિલ્લા ક્રીડા મંડળ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, ગોધરાના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.આ સેમિનારનું ઉદ્ઘાટન પંચમહાલ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન એ.જે.પરમારના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતુ