રાજકોટ પૂર્વ: “મારા પરિવારને ફાયનાન્સરોથી બચાવજો” સ્યુસાઈડ નોટ લખી આધેડનો આપઘાત
શહેરમાં ભગવતીપરામાં રહેતા અને પાન બીડીની વેચવાની ફેરી કરતા આઘેડએ પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે બીડવીઝન પોલીસે તપાસ કરતા તેની પાસેથી એક સ્યુસાઈટ નોટ મળી આવી હતી જેમા તેને મરજીથી આ પગલુ ભરી લીધાનુ અને મારા પરીવારને ફાયનાન્સરોથી બચાવજો લખી આ પગલુ ભરી લીધાનુ બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.