ગુજરાતમાં વીજ ટ્રાન્સમિશન લાઇનના વિરોધમાં ખેડૂત સંગઠનો દ્વારા આંદોલનો ચાલી રહ્યા છે. આ સંદર્ભે, ખેડૂત સમાજ ગુજરાતના નેજા હેઠળ સુરતના ઓલપાડ તાલુકાના ભાદોલ સિ્થત આનંદ આશ્રમ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય હેતુ ટ્રાન્સમિશન લાઇનથી પ્રભાવિત ખેડૂતોને માર્ગદર્શન આપવાનો અને ભવિષ્યની રણનીટી ઘડવાનો હતો.|