નડિયાદના સંતરામ સર્કલ પાસે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે ઉગ્ર વિરોધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થઈ રહેલા સતત અત્યાચાર સામે સંગઠનો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો. કાર્યક્રમ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ બાંગ્લાદેશ સરકાર સામે કડક નારાબાજી કરી હતી.કાર્યક્રમમાં ચીમકી આપવામાં આવી હતી કે જો હિન્દુઓ પર થતા અત્યાચાર બંધ નહીં થાય તો ભારત દેશમાં રહેતા બાંગ્લાદેશીઓ પણ સુરક્ષિત નહીં રહે.