વાવ: લાપડીયાથી રાધાનેસડા જવાના રોડ પર વરસાદી પાણી ભરાઈ રહેતા હાલાકી..
લાપડીયાથી રાઘાનેસડા જવાના રોડ પર વરસાદી પાણી ભરાઈ જતાં રોડ બ્લોક થઈ ગયો છે.જેને લઈને સ્થાનિક લોકો હાલાકી ભોગવી રહ્યા છે જોકે આ રોડ પર લાપડીયા ગામના 100 પરીવારો અવરજવર કરતા હતા પરંતુ વરસાદ બાદ રોડ બ્લોક થઈ જતા સ્થાનિકોને દૂધ ભરાવવા તેમજ બાળકોને શાળાએ જવામાં તેમજ સર સમાન લેવા માટે રસ્તો બ્લોક થઈ ગયો છે. તેને લઈને સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા પાણીનો કોઈપણ નિકાલ કરી રોડ ચાલુ કરવા માંગ કરી છે.