વાવ: ખરડોલ ગામના ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને આપ્યું આવેદનપત્ર...
આજરોજ બુધવારના બપોરના સમયે વાવ તાલુકાના ખરડોલ ગામના ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે ખરડોલથી જલાણા જતો કાચા રસ્તામાં પાણી ભરાઈ ગયું છે.જેના લીધે બાળકોને ભણવા જવામાં તથા ખેડૂતોને ખેતરમાં જવા આવવા માટે ઘણી તકલીફ પડે છે.તથા ખેડૂતોને દૂધ ભરાવવા માટે પણ જવાતું નથી તથા રસ્તો બ્લોક હોવાથી તમામ ગ્રામજનોને ઘણી બધી તકલીફો વેઠવી પડે છે.જેથી આ રસ્તાનું કામ કરી અમારી તકલીફ દૂર કરવા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી.