દિલ્હીમાં સોમવારની સમી સાંજે બનેલી પ્રચંડ બોમ્બ બ્લાસ્ટ ની ઘટના બાદ દેશભરમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. દેશની સીમાઓની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. જે અન્વયે સુરતના દરિયાઈ માર્ગ વિસ્તારની સુરક્ષામાં પણ વધારો કરાયો છે. મંગળવારના રોજ મોડી સાંજે સુરત ડીસીપી સેફાલી બરણવાલ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા બુટ દ્વારા દરિયામાં સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું હતું.