વડોદરા: સાસરિયાઓના ત્રાસથી કંટાળી એક સંતાનની માતાનો ગળેફાંસો ખાઈ આપઘાત,પરિવારજનોએ આક્ષેપ લગાવ્યા
વડોદરા : મહારાષ્ટ્રના જલગાવની પરિણીતાએ વડોદરામાં પતિ અને સાસરીયાના ત્રાસથી કંટાળીને ગળા ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો સાસરીયા પરિણીતાને દહેજ માટે ટોર્ચર કરતા હતા અને મકાન લેવા માટે 10 લાખ રૂપિયાની માંગણી કરતા હતા.જેથી કંટાળીને પરિણીતાએ અંતિમ પગલુ ભર્યું છે. આ મામલે ગોરવા પોલીસે સાસરીયા સામે દુષપ્રેરણાનો ગુનો દાખલ કરી આરોપી પતિ પ્રમોદ પાટીલની ધરપકડ કરી છે.જ્યારે મૃતકના પરિવારજનોએ સાસરિયા વિરુદ્ધ ગંભીર આક્ષેપ કર્યા હતા.