ભાભર: ભાભર ની અયોધ્યા નગર સોસાયટી માં 4 મકાનો ના તાળા તુટયારોકડ રકમ સહિત નાની મોટી ચીજ વસ્તુઓ ની ચોરી થતાં લોકો માં ફફડાટ
ગત મોડી રાત્રે વાવરોડ પર આવેલ અયોધ્યા નગર સોસાયટીમાં બંઘ 4 મકાન ના તાળા તુટતા ભાભર નગર જનનો ફફડાટ જોવા મળ્યો હતો ત્યારે વાત કરવામાં આવે તો અત્યારે લગ્ન સીઝન અને ભર શિયાળા ની કડકડતી ઠંડી ફુલ જોશમાં ચાલી રહી છે ત્યારે ચોર ટોળકી પણ સકિય બની છે ત્યારે ભાભરમાં વાવ રોડ પર આવેલ અયોધ્યા નગર સોસાયટીમાં 4 મકાનો ના તાળા તુટયા હતા મકાન માલિકો લગ્ન પ્રસંગ માં ગયા ત્યારે એક જ સોસાયટી ને ચોર ટોળકીએ નિશાન બનાવી હતી જે મુદે પોલીસ ફરિયાદ નોંધઇ હતી