ગણદેવી: બીલીમોરા પોલીસની જાહેર અપીલ: સ્ટેશન રોડથી સૌરાબ ચાલ સુધી પાર્કિંગ પર કડક પ્રતિબંધ
બીલીમોરા પોલીસ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે કે સ્ટેશન રોડથી સૌરાબ ચાલ સુધીના માર્ગ પર કોઈપણ વ્યક્તિએ પોતાનું વાહન પાર્ક ન કરવું. મુખ્ય માર્ગ પર બિનઅધિકૃત રીતે પાર્ક કરાયેલા વાહનો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોલીસ તંત્રએ નાગરિકોને સહકાર આપવા અપીલ કરી છે જેથી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે અને સુરક્ષા તથા સલામતી જળવાઈ રહે.