અટલ નેતૃત્વ અને અવિરત વિકાસની નેમ સાથે દેશ આજે મહિલા સશક્તિકરણના ક્ષેત્રે નવા આયામો કરી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અમલી બનેલી "નમો ડ્રોન દીદી" યોજના આજે રાજ્યની ગ્રામીણ મહિલાઓ માટે આર્થિક સધ્ધરતા અને આત્મનિર્ભર બની છે.આણંદ જિલ્લામાં પણ ગામડી ગામના કોમલબેન ચૌહાણ લખપતિ દીદી બનીને મહિલા સશક્તિકરણ ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.