PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મહેસાણાની પશુપાલક બહેનોએ તેમને હૃદયપૂર્વક પત્ર લખીને શુભેચ્છાઓ પાઠવી
Mahesana City, Mahesana | Sep 17, 2025
આ પત્રોમાં, બહેનોએ વડાપ્રધાન દ્વારા પશુપાલન અને ડેરી ઉદ્યોગના વિકાસ માટે કરવામાં આવેલા કાર્યો બદલ આભાર વ્યક્ત કર્યો છે.આ વિશેષ કાર્યક્રમ અમુલ ફેડરેશનના ચેરમેન અશોક ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં બહેનોએ પોતાના હાથે પત્રો લખીને વડાપ્રધાન પ્રત્યે પોતાનો પ્રેમ અને આદર વ્યક્ત કર્યો હતો. આ પત્રોમાં, તેઓએ સરકારની વિવિધ યોજનાઓ, જેમ કે પશુપાલન માટે સહાય, ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન અને મહિલા સશક્તિકરણ માટેના પ્રયાસોની સરાહના કરી હતી.