પલસાણા: કડોદરા વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી અને વિશ્વાસનો ખૂન કરતી એક ઘટના સામે આવી છે.
Palsana, Surat | Dec 23, 2025 સંતાન સુખથી વંચિત એક દંપતીએ પડોશીની એક વર્ષની માસૂમ દીકરીને બજારમાં ફરવા લઈ જવાના બહાને અપહરણ કરી બિહાર ફરાર થઈ ગયું હતું. જોકે, સુરત ગ્રામ્ય પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી બાળકી સુરક્ષિત રીતે મળી આવી છે. તા.16 ડિસેમ્બર 2025ના રોજ કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના તાતીથૈયા ગામમાં એક જ બિલ્ડિંગમાં રહેતા કુંદન પુરી અને તેની પત્ની મોનુ પુરીએ પડોશીની દીકરીને સાથે લઈ જવાની વાત કરી હતી. પડોશી હોવાના વિશ્વાસે બાળકીની માતાએ દીકરી તેમને સોંપી હતી.