દેવગઢ બારીયા વિધાનસભા વિસ્તારના ધાનપુર તાલુકામાં રૂ. 12.70 કરોડના ખર્ચે માર્ગ નિર્માણ કાર્યોનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ તાલુકાના 13 ગામોમાં નવા રસ્તાઓ બનાવવામાં આવશે, જે વર્ષોથી ચાલી આવતી પરિવહન સમસ્યાને હળવી કરશે. આ યોજનામાં મહુનાણા, ઉમરીયા, દુધામલી, સજોય, નળુંવેડ, બેડત, રામપુર, ઘડા, લીમડી, મેંદરી, વાખસ્યા, કોઠારીયા સહિતના ગામોનો સમાવેશ થાય છે. આ ગામોના ગ્રામજનો લાંબા સમયથી કાચા અને ક્ષતિગ્રસ્ત માર્ગોને કારણે...