ઉમરાળા: બારડોલીથી સોમનાથ જઈ રહેલી સરદાર સન્માન યાત્રાના સ્વાગત માટે વલ્લભીપુર થી 100 ગાડીનો કાફલો રંઘોળા ચોકડી પહોંચ્યો
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની બારડોલીથી સોમનાથ જઈ રહેલી સરદાર સન્માન યાત્રા દેશમાં પ્રથમ રજવાડું અર્પણ કરનાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના ભાવેણામાં પ્રવેશ કર્યો હતો , ત્યારે વલ્લભીપુરથી 100 કારનો કાફલો પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઈ લંગાળીયા, અને યુવા અગ્રણી બ્રિજરાજસિંહ ગોહિલના નેતૃત્વમાં રંઘોળા ખાતે 500થી વધુ કાર્યકર્તાઓ સ્વાગત કરવા પહોંચ્યા હતા, સરદાર પટેલની પ્રતિમાને હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.