વડોદરા પશ્ચિમ: વડોદરામાં ફરી મગરની દહેશત: પકડવાનો પ્રયાસ કર્યો તો કાર નીચે છુપાયો, ભારે જહેમત બાદ રેસ્ક્યૂ
વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરોનો મોટો વસવાટ હોવાના કારણે વડોદરાવાસીઓ માટે મગરોનું રહેણાંક વિસ્તારમાં આવી જવું એ સામાન્ય બાબત બની ગઈ છે. ત્યારે શહેરના હરણી-સમા લિંક રોડ ખાતે આવેલી પંચામૃત રેસિડેન્સીના પાર્કિંગમાં 4 ફૂટનો મગર આવી ચડતાં સ્થાનિક રહીશોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો.