પલસાણા તાલુકાના ચલથાણ ગામે શુક્રવારે મોડી રાત્રે મુખ્ય ભારમાં આવેલી જનતા બજાર પ્લાસ્ટિક, સ્ટીલ એન્ડ મલ્ટી સ્ટોર દુકાનમાં અચાનક આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો આગે વિકરાળ સ્વરૂપ ધારણ ગળતા ગામની લાઈટો બેન્ડ થતા લોકોના ટોળે ટોળા રસ્તા ઉપર ઉમટી પડ્યા હતા ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા કડોદરા PEPL ની બે ગાડી તેમજ બારડોલી ફાયરની એક ગાડીના લશ્કરોએ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા