ઉચપા રોડ પર વીજળીના વાયરો ઢીલા અને નીચા ઝૂલી રહ્યા છે, જેના કારણે ભારે વાહનચાલકો અને રાહદારીઓ માટે ગંભીર જોખમ ઊભું થયું છે.બે દિવસ પૂર્વે આ જ રોડ પર એક ભારે વાહન વીજ વાયર સાથે અથડાયું હતું, જેના પરિણામે વાયર તૂટી ગયા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ ટળી હતી.