રાજકોટ પૂર્વ: રાજકોટના જંક્શન વિસ્તારમાં આવેલ રેફ્યુજી કોલોનીના D ક્વાર્ટરમાં ગંદકીના ગંજ: આવારા તત્ત્વોના અડા બન્યા ક્વાર્ટર
રાજકોટ: શહેરના જંક્શન વિસ્તારમાં આવેલી રેફ્યુજી કોલોનીના 'D' ક્વાર્ટરમાં છેલ્લા પાંચ વર્ષથી ખાલી પડેલા આવાસો ગંદકીના ગંજ અને અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા હોવાનો ગંભીર આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં લેવાતા ન હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે આ ગંભીર સમસ્યા અંગે વિસ્તારના ધારાસભ્ય, કોર્પોરેટર અને પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ ને અવારનવાર જાણ કરવામાં આવી છે