ઉધના: સુરત ધાગાકટિંગ અને એમ્બ્રોડરીના કારીગરો ચોર બન્યા:ઇ-FIR પરથી દાખલ થયેલા ત્રણ ચોરી કરેલાં બાઇક સાથે બે આરોપીની ધરપકડ
Udhna, Surat | Oct 24, 2025 સુરત શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી બાઇક ચોરી કરનાર બે આરોપીને પોલીસે બાતમીના આધારે પકડી પાડ્યા છે. પકડાયેલા બંને આરોપી શહેરની ધાગાકટિંગ અને એમ્બ્રોડરીના કારખાનામાં નોકરી કરતા હતા. તેમની પાસેથી 45000ની કિંમતના કુલ ત્રણ ચોરી કરેલાં મોટર સાઇકલ રિકવર કરવામાં આવ્યા છે. આ સાથે જ પોલીસે ઇ-FIR પરથી દાખલ થયેલા ચોકબજાર અને લસકાણા પોલીસ સ્ટેશનના કુલ બે ગુનાઓ ડિટેક્ટ કર્યા છે.