તરસાડી ખાતે આવેલ માલિબા કોલેજ કેમ્પસમાં આવેલી પુષ્પમ તરસાડીયા ગર્લ્સ હોસ્ટેલમાં રહી નર્સિંગનો અભ્યાસ કરતી શીતલ અશ્વિનીકુમાર વર્મા મૂળ રહે. સુમવાહ, ફ્લોટ, જી- કટરા ( જમ્મુ - કાશ્મીર ) ગતરોજ તા. 5 મીએ હોસ્ટેલના તેના રૂમ નં. સી-94 માંથી કોઈને કશું પણ જણાવ્યા વગર ગુમ થઈ ગઈ હતી. આ બાબતે હોસ્ટેલની ગૃહ માતાએ મહુવા પોલીસ મથકે ગુમ જાણવા જોગ ફરિયાદ આપી હતી. પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.