ગોડાદરા માં હિંદુવાદી નેતા ઉપદેશ રાણાની કારમાં તોડફોડ,ગોડાદરા પોલીસે તપાસ આરંભી,સાંભળો શું કહ્યું
Majura, Surat | Sep 22, 2025 સુરતમાં હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાની કારમાં અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવી.રવિવારની મોડી રાત્રે ગોડાદરા ગેરેજમાં ઉભી કારનો પાછળનો કાચ તૂટેલો હાલતમાં મળ્યો.ઘટના સમયે ઉપદેશ રાણા હૈદરાબાદમાં હાજર હતા.ગેરેજ માલિક ખેતપાલ બાબુસિંઘ રાજપુરોહિતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ ઘટના 21 સપ્ટેમ્બર રાત્રે 8:30 થી 9:20 વચ્ચે બની હતી.ઉપદેશ રાણાની સફેદ ટાટા હેરિયર કારમાં તોડફોડ થઈ હતી.ગેરેજ માલિકે કારનો તૂટેલો કાચનો વિડીયો મોકલ્યો હતો.