ઉમરપાડા: ઉમરખાડી ગામે એક કરોડ રૂપિયાના ખર્ચે બનનારા રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
Umarpada, Surat | Oct 11, 2025 ઉમરપાડા તાલુકાના ઉમરખાડી ગામે એક કરોડ રૂપિયાના ખર્ચે બનનારા રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે જ ચંદ્રાપાડા ગામે વન વિભાગ દ્વારા વન સમિતિઓને વિવિધ સાધન સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ઉમરખાડી ગામે યોજાયેલા કાર્યક્રમમાં માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે એક કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થનાર રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ રસ્તો સ્થાનિક ગ્રામજનો માટે મહત્વપૂર્ણ બનશે.