આજરોજ તા. 21/12/2025, રવિવારે સવારે 10 વાગે ધોળકા ખાતે મનસુરી કોમ્યુનિટી હોલમાં ધોળકા અંજુમને નવજવાન સંસ્થા દ્વારા સમસ્ત મુસ્લિમ સમાજના 14 માં સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 30 યુગલોને નિકાહ પઢાવાયા હતા. આ કાર્યક્રમમાં મુસ્લિમ ધર્મગુરુઓ, આમંત્રિત મહેમાનો, દુલ્હા - દુલ્હનો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા અંજુમનની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.