માંગરોળ: તાલુકા મથકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકરોએ Dysp અને મામલતદારને રજૂઆત કરી, તાલુકામા દારૂબંધીના કડક અમલની માગ કરી
Mangrol, Surat | Nov 28, 2025 માંગરોળ તાલુકા મથક ખાતે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદભાઈ ચૌધરી ની આગેવાની હેઠળ માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિરેન્દ્રસિંહ ખેર સહિતના કાર્યકરો અને આગેવાનોએ તાલુકામાં દારૂબંધી કરવાની માંગ સાથે ડીવાયએસપી અને મામલતદારને લેખિત રજૂઆત કરી હતી એક અઠવાડિયામાં દારૂબંધીનો કડક અમલ નહીં થાય તો કોંગ્રેસ કાર્યકરોએ આંદોલન કરવાની ચીમકી આપી હતી