દાંતીવાડા: દાંતીવાડા તાલુકામાં રૂપિયા 4.50 કરોડ ઉપરાંતના ખર્ચે બે પાકા ડામર રોડ બનશે
આજરોજ ચાર કલાક આસપાસ દાંતીવાડા તાલુકાના નાંદોત્રા (ઠાકોરવાસ) અને જોરાપુરા (ભાડલી કોઠ ગામે રૂપિયા 4.50 કરોડ ઉપરાંત ના ખર્ચે નવા મંજૂર થયેલ પાકા ડામર રોડ નું શનિવારે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સર્વ સમાજને સાથે લઈને ચાલનાર, દાનવીર રત્ન અને શિક્ષણ પ્રેમી ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ દ્વારા ધાનેરા અને દાંતીવાડા તાલુકાના અનેક ગામોને પાકા ડામર રોડની ભેટ આપી છે ત્યારે દાંતીવાડા તાલુકાના નાંદોત્રા (ઠાકોરવાસ) થી વા