ઉધના: સુરત: ભેસ્તાનમાં સલમાન લસ્સી ગેંગનો બે યુવક પર જીવલેણ હુમલો, એક સગીરનું મોત
Udhna, Surat | Oct 24, 2025 સુરત શહેરમાં બીજા દિવસે પણ વધુ એક હત્યાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. ભેસ્તાન વિસ્તારમાં સલમાન લસ્સી ગેંગના સભ્યોએ બે યુવક પર ચપ્પુ અને લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં બે પૈકી એક સગીરનું કરૂણ મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક યુવકને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.જૂની અદાવતને લઈને સલમાન લસ્સી ગેંગના સભ્યોએ શકીલ અને અલ્લુ નામના યુવકો પર હુમલો કર્યો હતો.