મોરબી ખાતે આર્ટ ઓફ લિવિંગ દ્વારા ચાર દિવસીય યોગ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મહોત્સવનું આયોજન આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા ગુરુદેવ રવિશંકરજીની પ્રેરણાથી કરવામાં આવ્યું છે. આ યોગ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ લોકોને આનંદ માણવા અને તે આનંદની સાથે યોગને પોતાના જીવનમાં ઉતારવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.