નવસારી: નવસારી પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં પીછો કરી મહારાષ્ટ્રના બે ચેઇન સ્નેચરોને ઝડપી પાડ્યા
નવસારીના વેસ્મા સ્થિત પેટ્રોલ પંપ પરથી મહિલાનું મંગલસૂત્ર તોડી ભાગેલા બે ચેઇન સ્નેચરોને નવસારી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ગણદેવીના ખારેલ પાસે ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓ અગાઉ મકો કા હેઠળ જેલ ભોગવી ચૂક્યા છે. એક આરોપી વિરુદ્ધ 46 તો બીજા વિરુદ્ધ 24 ચોરી અને લૂંટના ગુનાઓ નોંધાયેલા છે. હાલ પોલીસે તેમની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે.